ગુજરાત રાજ્યમાં સામાજિક રીતે નબળા વર્ગો માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો તથા નિરાધાર નાગરિકો માટે વિવિધ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. તેવી જ રીતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vidhva Sahay Yojana 2026, e-Mahila Kalyan Portal પર વ્હાલી દીકરી યોજના વગેરે જેવી યોજનાઓ બહાર પાડેલી છે.
પરંતુ આજે આપણે ખાસ કરીને Vidhva Sahay Yojana 2026 જેનું નવું નામ “Ganga Swarupa Arthik Sahay Yojana”માનનીય સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી સાહેબે આપેલ હતું. જે યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનોને આર્થિક સહાય આપી તેમને સન્માનભેર જીવન જીવવા માટે સહારો પૂરો પાડવામાં આવે છે.
🟢વિધવા સહાય યોજના શું છે?
ગુજરાત વિધવા પેન્શન સહાય યોજનાના અમલીકરણ દ્વારા ગુજરાત રાજ્યની બધીજ વિધવા મહિલાઓને આર્થિક રીતે મદદ કરવામાં આવશે અને નાણાં પૂરા પાડવામાં આવશે. આ યોજનાનું મુખ્ય હેતુ એ છે કે તે તે તમામ વિધવાઓને આર્થિક ભંડોળ પૂરું પાડશે કે જેઓ તેમના કુટુંબનું ભરણપોષણ કરી સકતા નથી અને તેઓ શિક્ષણના અભાવને કારણે અથવા તેઓ ગરીબી રેખા જૂથથી નીચેના હોવાને કારણે પૂરા પાડી શકતા નથી. બધી વિધવાઓને પ્રોત્સાહન આપવામાં આવશે જેથી તેઓ નજીકના ભવિષ્યમાં સ્વસ્થ જીવનશૈલી મેળવી શકે , અને તે આત્મનિર્ભર બનીશકે અને તેઓ તેમના બાળકનું શિક્ષણ પણ આગળ વધારી શકે.
🟢યોજનાનો હેતુ
વિધવા સહાય યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં નિરાધાર વિધવા બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. અગાઉ આ યોજનાને “વિધવા સહાય યોજના” તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ હાલ તેનું નામ બદલીને “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” રાખવામાં આવ્યું છે.
આ યોજનાની સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, હવે વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ તે આ યોજનાનો લાભ મેળવી શકે છે, જે પહેલાની સરખામણીએ મોટો સુધારો ગણાય છે.
🟢ગુજરાત વિધવા સહાય યોજના નવા અપડેટ્સ
- ગુજરાત વિધવા પેન્શન સહાય યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવી છે.
- આ યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને પેન્શન તરીકે દર મહિને 1250 રૂપિયા મળશે.
- લાભાર્થીના પેન્શનની રકમ સીધા લાભાર્થીના બેંક માં જમા કરવામાં આવશે.
- આ યોજના હેઠળ આશરે 3.70 લાખ વિધવાઓને રાજ્યના 33 જિલ્લાઓમાં લાભ મળશે.
- આ પેન્શનની રકમ દર મહિનાના પહેલા અઠવાડિયામાં જમા કરવામાં આવશે.
- ગુજરાતના મુખ્યમંત્રીએ લાભાર્થીના ખાતામાં પેન્શનની સીધી બેંક ટ્રાન્સફરની સુવિધા માટે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ પોર્ટલની શરૂઆત પણ કરી છે.
- ગુજરાત સરકારે ગ્રામ્ય અને શહેરી બંને ક્ષેત્રમાં રહેતા લાભાર્થી માટે વાર્ષિક આવક પાત્રતાના માપદંડને પણ બમણા કર્યા છે.
- ગ્રામીણ વિસ્તારો માટે હવે વાર્ષિક આવક પાત્રતાના માપદંડ રૂ .120000 છે અને શહેરી વિસ્તારોમાં તે રૂ .150000 છે.
- હવે લાભાર્થીઓની સંખ્યા પણ 1.64 લાખથી વધારીને 3.70 લાખ કરવામાં આવી છે
🟢જરૂરી દસ્તાવેજો
- પતિના મરણનો દાખલો
- આધાર કાર્ડની નકલ
- રેશન કાર્ડ
- આવકનકલ અંગેનું પ્રમાણપત્ર
- વિધવા હોવાનો અંગેનો દાખલો
- પુનઃલગ્ન ન કર્યાનો તલાટીશ્રીનો દાખલો
- ઉંમરનો પુરાવો
- બેંક ખાતાની નકલ
વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
- સૌપ્રથમ લાભાર્થી તરીકે તમારા તમામ જરૂરી દસ્તાવેજો એકત્ર કરો.
- ત્યારબાદ નજીકની ગ્રામ પંચાયત કે મામલતદાર કચેરી ખાતેથી ફોર્મ લાવીને તલાટી પાસે સહી/સિક્કા કરાવી લો.
- હવે સહી/સિક્કા કરેલા ફોર્મ ગ્રામ્ય પંચાયત ખાતેના VCE અથવા મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરો. અને Vidhva Sahay Yojana 2026 નું ફોર્મ ભરાવો.
- ત્યારબાદ તમારું ડિજીટલ ગુજરાત પોર્ટલ પર Vidhva Sahay Yojana Form ભરો.
- Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી સબમિટ કરો.
- તમને ફોર્મ ભર્યાની એક પહોંચ મળશે, જે તમારે સાચવીને રાખવાની રહેશે.
- NSAP Portal પર અરજી સ્ટેટસ ચેક કરો.
🎁આપણ વાંચો : LIC વીમા યોજના નવા નિયમો 2026 : શું તમે LIC નો વીમો લીધેલ સે ? તો જાણો નવા નિયમો ?
