Vidhva Sahay Yojana Gujarat 2025 : વિધવા મહિલાઓને મળશે દર મહિને રૂપિયા 1250 ની સહાય, જુઓ અરજી માટે

Vidhva Sahay Yojana Gujarat 2025: ગુજરાત વિધવા સહાય યોજના વિધવા મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વલક્ષી યોજના છે. આ યોજના દ્વારા મહિલાઓને દર મહિને ₹1250 ની આર્થિક સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિ દ્વારા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જેના દ્વારા વિધવા મહિલાઓને સુખી અને સ્વતંત્ર જીવન જીવવા માટે નાણાકીય સહારો મળી રહે છે.

Vidhva Sahay Yojana Gujarat 2025

યોજનાનું નામવિધવા સહાય યોજના
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
યોજનાનો હેતુસમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે
લાભાર્થીની પાત્રતાનિરાધાર વિધવા લાભાર્થીઓ કે,
હેલ્પ લાઈન નંબર155209
સત્તાવાર વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/

વિધવા સહાય યોજનાનો હેતુ

વિધવા સહાય યોજનાનો મુખ્ય હેતુ વિધવા મહિલાઓને આર્થિક સહાય પ્રદાન કરવી છે, જેથી તે પોતાના જીવનમાં સ્વતંત્ર અને મર્યાદિત રીતે જીવતા રહે. પતિના મૃત્યુ પછી વિધવા થયેલી મહિલાઓ માટે આ યોજના એક પ્રકારની નાણાકીય સહારો પ્રદાન કરે છે, જે તેમને રોજબરોજના ખર્ચ અને જીવન વ્યવહાર માટે મદદરૂપ થાય છે. આ યોજના દ્વારા વિધવા મહિલાઓને દર મહિને નક્કી કરવામાં આવેલી સહાય મળતી છે, જે તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને તેમને સન્માન સાથે જીવન જીવવાની તક આપે છે.

જરૂરી દસ્તાવેજો

  • નિવાસસ્થાનનું પ્રમાણપત્ર
  • એફિડેવિટ (પરિશિષ્ટ 2/3 મુજબ)
  • આવકનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ 3/4 મુજબ)
  • પતિનું મૃત્યુનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ 3/4 મુજબ)
  • વય પુરાવો
  • જન્મ પ્રમાણપત્ર
  • મેટ્રિક પ્રમાણપત્ર
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • વયનો ઉલ્લેખ કરેલ કોઈપણ સરકાર દ્વારા જારી કરવામાં આવતી ડોક્યુમેન્ટ
  • જો ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટ માંથી કોઈ ન હોય તો તમે સરકારી હોસ્પિટલ / સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારી પાસેથી ઉંમર નો પુરાવો પણ આપી શકો છો.
  • શિક્ષણ પ્રમાણપત્ર

ગુજરાત વિધવા સહાય યોજના નવા અપડેટ્સ

  • ગુજરાત વિધવા પેન્શન સહાય યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવી છે.
  • આ યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને પેન્શન તરીકે દર મહિને 1250 રૂપિયા મળશે.
  • લાભાર્થીના પેન્શનની રકમ સીધા લાભાર્થીના બેંક માં જમા કરવામાં આવશે.
  • આ યોજના હેઠળ આશરે 3.70 લાખ વિધવાઓને રાજ્યના 33 જિલ્લાઓમાં લાભ મળશે.
  • આ પેન્શનની રકમ દર મહિનાના પહેલા અઠવાડિયામાં જમા કરવામાં આવશે.
  • ગુજરાતના મુખ્યમંત્રીએ લાભાર્થીના ખાતામાં પેન્શનની સીધી બેંક ટ્રાન્સફરની સુવિધા માટે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ પોર્ટલની શરૂઆત પણ કરી છે.
  • ગુજરાત સરકારે ગ્રામ્ય અને શહેરી બંને ક્ષેત્રમાં રહેતા લાભાર્થી માટે વાર્ષિક આવક પાત્રતાના માપદંડને પણ બમણા કર્યા છે.
  • ગ્રામીણ વિસ્તારો માટે હવે વાર્ષિક આવક પાત્રતાના માપદંડ રૂ .120000 છે અને શહેરી વિસ્તારોમાં તે રૂ .150000 છે.
  • હવે લાભાર્થીઓની સંખ્યા પણ 1.64 લાખથી વધારીને 3.70 લાખ કરવામાં આવી છે

વિધવા સહાય યોજના 2025 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • વિધવા લાભાર્થીઓ સૌપ્રથમ તમામ ડોક્યુમેન્‍ટ ભેગા કરવાના રહેશે.
  • તમામ ડોક્યુમેન્‍ટ એકઠા કર્યા બાદ ગ્રામ પંચાયતના લાભાર્થી હોય તો VCE પાસે જવાનું રહેશે.
  • અને જો તાલુકા/નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી જવાનું રહેશે.
  • VCE અથવા મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર તમને vidhva sahay yojana gujarat form pdf આપશે.
  • જેમાં અરજદારે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે. જેની સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે.
  • વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે.
  • ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરશે.
  • ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારને એક પાવતી આપવામાં આવશે.
  • વિધવા લાભાર્થીની ઓનલાઈન અરજી કન્‍‍ફર્મ થઈ જશે.
  • છેલ્લે, લાભાર્થીઓ પોતાનો અરજી ક્રમાંક NSAP Portal પર ઓનલાઈન ચેક કરી શકશે.

Important Links

Home PageClick Here
PM Awas Yojna 2025Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top