Vahali Dikri Yojana Gujarat 2025 : ગુજરાત સરકાર આપશે છોકરીઓને રૂપિયા 1,10,000 ની સહાય, જુઓ લાભ લેવા માટે

Vahali Dikri Yojana Gujarat 2025: વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના વિકાસ અને તેમના જન્મને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ યોજના છે. વ્હાલી દીકરી યોજનાએ દીકરીઓના શિક્ષણ અને કલ્યાણ માટે એક મહત્વની ભૂમિકા ભજવે છે, અને દીકરીઓને આર્થિક મજબૂતી અને ભવિષ્ય માટે સુરક્ષા પ્રદાન કરે છે.

આ યોજના હેઠળ, દીકરીના જન્મ સમયે માતા અથવા પિતાના બેંક ખાતામાં રૂ. 4,000, જ્યારે દીકરીએ પ્રથમ ધોરણમાં પ્રવેશ લેશે ત્યારે રૂ. 6,000ની સહાય જમા કરવામાં આવે છે અને 18 વર્ષની ઉંમરે, લગ્ન કે ઉચ્ચ શિક્ષણ માટે દીકરીને રૂ. 1,00,000 આપવામાં આવે છે.

  • દીકરીનો જન્મદરમાં વધારવો કરવો.
  • દીકરીના શિક્ષણને ઉતેજન આપવું.
  • દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
  • બાળલગ્ન થતા અટકાવવા.
  • દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો.
  • લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  • દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
  • દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
  • માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
  • એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.
  • માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
  • બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.
  • દિકરીનું જન્મનો દાખલો
  • દીકરી નું આધારકાર્ડ – હોય તો
  • પિતાનો આવકનો દાખલો
  • માતા-પિતાના આધાર કાર્ડ
  • માતા-પિતાનું રેશનીંગ કાર્ડ
  • માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા-પિતાના તમામ હયાત બાળકોના જન્મના પ્રમાણપત્ર
  • માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
  • અને નિયત નમૂનામાં વાલી દિકરી યોજના નું સક્ષમ અધિકારી પાસે કરાવેલ માતા-પિતાનું સોગંધનામુ
યોજનાનું નામવ્હાલી દીકરી યોજના 2025
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
યોજનાનો હેતુઆ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.
લાભાર્થીગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
મળવા પાત્ર લાભદીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય

જન્મ સમયે

  • દીકરીના જન્મ પછી માતા અથવા પિતાના બેંક ખાતામાં રૂ. 4,000 જમા કરવામાં આવે છે.

પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે

  • દીકરીએ ધોરણ 1માં પ્રવેશ લેશે ત્યારે રૂ. 6,000 સહાય આપવામાં આવે છે.


18 વર્ષની ઉંમરે:

  • દીકરીના લગ્ન અથવા ઉચ્ચ શિક્ષણ માટે રૂ. 1,00,000ની રકમ આપવામાં આવે છે, જે તેમના ભવિષ્ય માટે ઉપયોગી થાય.
  • સૌપ્રથમ, જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો VCE પાસે જવું.
  • જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના “તાલુકા ઓપરેટર” અથવા “જન સેવા કેન્‍દ્ર” માં જઈને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વ્હાલી દીકરી યોજના ફોર્મ pdf ભરવાની આપવાનું રહેશે.
  • તમામ “Document Original” આપવાના રહેશે.
  • ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્‍ટ અને વાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.
  • ત્યારબાદ VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના “Official Login” દ્વારા “Online” અરજી કરી શકશે.
  • છેલ્લે, તમને “Online Form” ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.
Home PageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top