Advertisement
Tadpatri Sahay Yojana Gujarat 2025: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મજબૂત બનાવી ખેતી માટે જરૂરી સાધનસામગ્રીમાં મદદરૂપ થવા માટે તાડપત્રી સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને ખેતીના જુદા જુદા કામ માટે તાડપત્રીની સહાય પ્રદાન કરવાનો છે, જેનો ઉપયોગ પાકને સુરક્ષિત રાખવા, દાણાના સંગ્રહ, અને અન્ય કૃષિ ઉપયોગ માટે થાય છે.
યોજનામાં સરકાર તાડપત્રીની ખરીદી માટે આર્થિક સહાય પૂરી પાડે છે, જે ખાસ કરીને નાના અને મધ્યમ સ્તરના ખેડૂતો માટે ફાયદાકારક છે. આ યોજના હેઠળ ખેડૂત પાત્રતા ધરાવતો હોય તો તેને નક્કી સબસિડી રકમનું લાભ મળે છે. અરજી માટે ખેડૂતોને તેમના જમીનના દસ્તાવેજો, આધાર કાર્ડ, અને બેંક વિગતો જેવી જરૂરી માહિતી સબમિટ કરવી પડે છે. આજે અમે આ લેખની અંદર યોજનાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે અને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.
Gujarat Tadpatri Sahay Yojana 2025
| યોજનાનું નામ | ગુજરાત તાડપત્રી સહાય યોજના |
| વિભાગ | રાજ્ય સરકાર |
| લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
| ઉદ્દેશ્ય | તાડપત્રી ખરીદવા માટે આર્થિક સહાય આપવી |
| સહાય રકમ | કુલ ખર્ચના 50 ટકા અથવા 1875 રૂપિયા |
| સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
તાડપત્રી સહાય યોજનાનો હેતુ
- પાકને હાનિકારક વાતાવરણથી સુરક્ષિત રાખવું: વરસાદ, તીવ્ર ગરમી અથવા ઠંડી જેવા પરિસ્થિતિઓમાં પાકને સુરક્ષિત રાખવા માટે તાડપત્રી ઉપયોગી બને છે.
- દાણાના સંગ્રહમાં સહાયતા: પાકના દાણાને લૂંટવા અને નષ્ટ થવાથી બચાવવા તાડપત્રી સંગ્રહ માટે મદદરૂપ થાય છે.
- ખેતી ખર્ચ ઘટાડવો: ખેડૂતોને ઓછા ખર્ચે ખેતીના સાધનો ઉપલબ્ધ કરાવીને તેમને આર્થિક મજબૂત બનાવવું.
- ખેડૂતનું જીવનસ્થર ઉંચું લાવવું: ખેતીની ગુણવત્તા અને પેદાશમાં વધારો કરીને ખેડૂતોના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું.
તાડપત્રી સહાય યોજનામાં લાભાર્થીની પાત્રતા
- લાભાર્થી રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
- અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- Ikhedut તાડપત્રી સહાય યોજના ત્રણ વાર લાભ મળશે.
- તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.
તાડપત્રી સહાય યોજના જરૂરી દસ્તાવેજો
- ખેડૂતનું આધારકાર્ડની નકલ
- ikhedut portal 7-12
- રેશનકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
- વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
- બેંક ખાતાની પાસબુક
ગુજરાત તાડપત્રી સહાય યોજના અરજી પ્રક્રિયા
- સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
- હવે, “Plan Label” વિકલ્પ પર ક્લિક કરો.
- પછી “Farming Schemes” પર ક્લિક કરો.
- “Tadpatri Sahay Yojana” પર ક્લિક કરો.
- બધી જરૂરી વિગતો વાંચો અને “Apply” પર ક્લિક કરો.
- શું તમે અરજદાર ખેડૂત તરીકે તમારી નોંધણી પૂર્ણ કરી છે? જો હા, તો “હા” જવાબ આપો; નહિંતર, “ના” જવાબ આપો અને વધારાના પગલાં સાથે આગળ વધો.
- આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખો અને પછી Captcha ઈમેજ સબમિટ કરો.
- જો તમે સાઇન અપ કર્યું હોય, તો “Login” વિકલ્પ પર ક્લિક કરો.
- ફોર્મમાં દર્શાવેલ તમામ માહિતી ભરો અને “Save” બટન પર ક્લિક કરો.
- એકવાર બધી વિગતો ચકાસ્યા પછી “Submit” બટન પર ક્લિક કરો.
Important Links
| Home Page | Click Here |
| GSERC Recruitment 2025 | Click Here |
Advertisement
