Suzuki Motors Recruitment Gujarat2024: સુઝુકી મોટર્સની ગુજરાતમાં ધોરણ- 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે.
સુઝુકી મોટર્સ ભરતી ગુજરાત
| સંસ્થા | સુઝુકી મોટર્સ |
| પદ | ટ્રેઈની |
| અરજી માધ્યમ | Offline |
| Official Website | https://www.marutisuzuki.com/ |
| રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 15 ઓક્ટોબર 2024 |
પગારધોરણ:
ગાડી બનાવનાર કંપનીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને માસિક કેટલો પગાર મળવાપાત્ર રહેશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં તમને પગાર તો મળશે જ પણ તેની સાથે રૂમ, કેન્ટીન, યુનિફોર્મ મફતમાં તથા અન્ય લાભો પણ મળશે.
- પ્રથમ વર્ષ રૂપિયા: 13,200
- બીજું વર્ષ રૂપિયા: 15,300
- ત્રીજું વર્ષ રૂપિયા: 21,500
મહત્વપૂર્ણં તારીખ
સુઝુકી મોટર્સના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 05 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની તારીખ 15 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓને નિયત તારીખે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે.
શેક્ષણિક લાયકાત:
ભારતીય કાર મેન્યુફેક્ટરિંગ કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ અથવા 12 પાસ અથવા આઈટીઆઈ પાસ માંગવામાં આવી છે. લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.
વયમર્યાદા:
ભારતીય કાર મેન્યુફેક્ટરિંગ કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પ્રાઇવેટ કંપનીની આ ભરતી હોવાથી આરક્ષિત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે નહિ.
આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?
સુઝુકી મોટર્સ કંપનીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
જો તમે લાયકાત ધરાવો છો તો તમારે ઇન્ટરવ્યૂ તારીખે રૂબરૂ જવાનું રહેશે જેની તારીખ 15 ઓક્ટોબર 2024 સવારે 10:00 વાગે છે.
ઇન્ટરવ્યુનું સ્થળ –આઈ.ટી.આઈ ધ્રાંગધ્રા, ભલા હનુમાન પાસે, હળવદ રોડ, ધ્રાંગધ્રા- ગુજરાત છે.
notice : આ ભરતી સરકાર દ્વારા બહાર પાડેલ નથી, આ ભરતી private Company દ્વારા આયોજન કરવામાં આવેલ છે
Important Links
| Home Page | Click Here |
