સ્વરોજગારલક્ષી લોન યોજના ગુજરાત : ગુજરાત માં ઘણાં લોકો પાસે પોતાનો ધંધો ખોલવા માટે પૈસા હોતા નથી હોતા અથવા પુરી મૂડી હોતી નથી એટલે તેઓ પોતાનો ધંધો ખોલી શકતા નથી એટલા માટે ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગ ના લોકો માટે સ્વરોજગાર લક્ષી યોજના યોજના શરૂ કરવામાં આવી છે.
તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે આ યોજના નું ફોર્મ,જરૂરી ડોક્યુમેન્ટ તેમજ તેની સહાય મેળવવા માટે અરજી કેવી રીતે કરવી તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.
🟢સ્વરોજગારલક્ષી લોન યોજના શું છે?
આ યોજના ગુજરાત ના બિન અનામત વર્ગ ના લોકો ને પોતાનો ધંધો ખોલવા માટે લોન પુરી પાડે છે તેમજ તે લોન થી તેઓ વાહન પણ ખરીદી શકે છે.તો આ યોજના હેઠળ વ્યક્તિને કુલ ૧૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે.
આ લોન પુરૂષ પાત્ર માટે ૫ ટકા ના સાદા વ્યાજે તેમજ મહિલા માટે ૪ ટકા ના સાદા વ્યાજે મળવાપાત્ર થશે.તેમજ ખરેખર ખર્ચ થનાર અથવા ૧૦ લાખ આ બે પૈકી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે.
🟢યોજનાનો ઉદેશ્ય
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતના જે બિનઅમતના લોકો તેને પૂરેપૂરી પોતાની માલિકીના વ્યક્તિ તરીકે પોતાની રીતે વર્ગીકૃત કરે છે અથવા કોઈ સાધન પણ કરે છે. ખરીદીને પણ ચાલુ કરી શકો તો ધંધો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ગના વિન્યુ રગાગા માટે લોન પુરી કરવી.
🟢સ્વરોજગારલક્ષી લોન યોજના માટે કોણ લાભ લઇ શકે?
- લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ .
- અરજદાર બિન અનામત વર્ગ કેટેગરી નો હોવો જરૂરી
- અરજદાર ની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષની હોવી જોઈએ.
- કુટુંબ ની વર્ષિક આવક ૬ લાખ થી વધું ન હોવી જોઈએ.
- વાહનની લોન માટે અરજદાર પાસે પાકું ડ્રાઇવિંગ લાઈસન્સ હોવું જરૂરી છે.
🟢યોજના માટે મળવાપાત્ર લાભ
- આ યોજના હેઠળ લાભાર્થી ને નવો ધંધો ખોલવા માટે ૧૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે.
- તેમજ લાભાર્થી ને જો કોઈ પણ સાધન ની ખરીદી કરવી હોય તો પણ આ લોન થકી થઈ જશે.
- મહિલા લાભાર્થી માટે આ લોન માં ૧૦ લાખે વર્ષિક ૪ ટકા વ્યાજ અને પુરૂષ લાભાર્થી માટે ૫ ટકા વર્ષિક વ્યાજ છે.
- દુકાન,મેડિકલ સ્ટોર,ગારમેન્ટ સ્ટોર,બુક સ્ટોર જેવી દુકાનો ખોલવા માટે પણ આ લોન મળે છે.
🟢સ્વરોજગારલક્ષી લોન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ તમારેe Samaj Kalyan ની ઓફિશ્યિલ વેબસાઈટ ખોલવાની રહેશે. https://esamajkalyan.gujarat.gov.in
- ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
- New Registartion કર્યા પછી તમારા મોબાઈલ માં એક ID અને PASSWORD આવશે.
- આ Id અને Password થી તમારે લોગીન કરવાનું રહેશે.
- ત્યાંર પછી તમારી સામે બધી યોજનાઓ જોવા મળશે તેમાં “SELF EMPLOYMENT SCHEME LOAN” પસંદ કરવાનું રહેશે
- ત્યાર પછી તમારે તમારું નામ,સરનામું,જન્મતારીખ અને અન્ય માહિતી નાખવાની રહેશે.
- લાસ્ટ માં બધાજ ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ડોકયુમેન્ટ અપલોડ કર્યા પછી અરજી સેવ કરીને સબમિટ કરવાની રહેશે.
- ત્યાર પછી તમારી અરજી ની પ્રિન્ટ કરી ને રાખવાની રહશે.
🟢સ્વરોજગારલક્ષી લોન યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ:
- સ્વરોજગાર લક્ષી યોજના ની વેબસાઇટ : https://esamajkalyan.gujarat.gov.in
- અરજી પ્રક્રિયા :ઓનલાઇન
- હેલ્પલાઈન નંબર : 07923231970
🟢સ્વરોજગાર લક્ષી લોન માટે જરૂરી ડોક્યુમેન્ટસ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- ઉંમરનો પુરાવો
- રહેઠાણ નો પુરાવો
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- ધંધા સ્થળનો દાખલો
- ધંધા ના અનુભવનો દાખલો
- બેન્ક પાસબુક ની નકલ
- પિતા ની મિલ્કતનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ ફોટો
- આઈ.ટી.રિટર્ન ફોર્મ-૧૬
