ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને લોકરક્ષક માટે GPRB/2025261 હેઠળ 1,10,665 ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ કર્યા છે, જેમાં 74,591 પુરુષ અને 36,074 મહિલાનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષા સંભવિત રીતે 19.04.2026ના રોજ યોજાશે.
ગાંધીનગર: હાલમાં ચાલી રહેલી ગુજરાત પોલીસની જાહેરાત ક્રમાંકઃ GPRB/2025261 અન્વયે ચાલી રહેલી PSI તથા લોકરક્ષક કેડરની ભરતી અંગે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આ ભરતી અન્વયે તાજેતરમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી છે. સંભવિત રીતે આગામી તા.19.04.2026ના રોજ આ અંગેની લેખિત પરીક્ષા યોજાશે તેવું ગુજરાત પોલીસ ભરતી બોર્ડે એક પ્રેસ નોટ જાહેર કરી માહિતી આપી છે.
વિગતે વાત કરીએ તો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલ જાહેરાત ક્રમાંકઃ GPRB/2025261 અન્વયે પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી ચાલી રહી છે. આ ભરતીમાં અરજી કરનાર કન્ફર્મ થયેલ 10 લાખથી વધુ ઉમેદવારોની શારીરિક કસોટી હાલ બે દિવસ અગાઉથી એટલે કે તા. 21.02.2026થી રાજ્યના જુદા જુદા 15 ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી રહી છે.
🟢પોલીસ કોન્સ્ટેબલ (કુલ જગ્યાઓ: 12,733)
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6,942
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2,458
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) 3,002
- જેલ સિપાઈ (પુરુષ) 300
- જેલ સિપાઈ (મહિલા) 36
- કુલ કોન્સ્ટેબલ જગ્યાઓ 12,733
🟢શૈક્ષણિક લાયકાત
પોલીસ કોન્સ્ટેબલ: માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ (H.S.C.) પાસ કરેલું હોવું જોઈએ.
ઉંમરમાં છૂટછાટ (Age Relaxation):
- SC/ST/OBC (અનામત કેટેગરી): 5 વર્ષની છૂટછાટ.
- તમામ મહિલા ઉમેદવારો: 5 વર્ષની છૂટછાટ.
- અનામત કેટેગરીની મહિલાઓ: 10 વર્ષની છૂટછાટ.
- એક્સ સર્વિસમેન: નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.
IMPORTANT LINKS
| HOME PAGE | CLICK HERE |
