PM Surya Ghar Yojana 2024: પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા,જુઓ સંપૂર્ણ માહિતી

PM Surya Ghar Yojana 2024: પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેદ્ર મોદી દ્વારા હાલમાં શરૂ કરવામાં આવેલ કેન્દ્ર સરકારની એક નવી યોજના છે. જેના દ્વારા દેશના ગરીબ તથા માધ્યમ વર્ગના 1 કરોડ પરિવારોને મફત વીજળી આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ યોજના “પીએમ સૂર્ય ઘર યોજના” માટે લાભાર્થીએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે જાણવા માટે નીચે આપેલ સંપૂર્ણ માહિતી વાંચો. જે માહિતી અનુસરી કોઈ પણ લાભાર્થી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકે છે.

  1. સૌથી પહેલા નેશનલ પોર્ટલ https://pmsuryaghar.gov.in પર જાઓ.
  2. ત્યાર પછી ડાબી બાજુ આપલે ‘Apply For Rooftop Solar’ બટન ઉપર કલીક કરો.
  3. તમારી સામે એક નવું પેજ ખુલશે.
  4. પછી તમારું રાજ્ય, તમારો જીલ્લો, તમારી વીજ વિતરણ કંપની સીલેક્ટ કરો અને તમારો ગ્રાહક નંબર દાખલ કરી Next બટન પર ક્લીક કરો.
  5. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર પર આવેલ OTP અને કેપ્ચા કોડ દાખલ કરી Submit બટન પર ક્લીક કરો.
  6. હવે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેવો મેસેજ પણ બતાવશે.
  7. આ પ્રમાણે તમે પીએમ સૂર્ય ઘર યોજના માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો છો.

આપણા દેશના કરોડો ગરીબ અને મધ્યમ પરિવારોને વીજળી બિલની પરેશાનીનો સામનો કરવા પડે છે. જેને ધ્યાનમાં રાખી ભારત સરકાર શ્રી નરેદ્ર મોદીજીએ પીએમ સૂર્ય ઘર યોજનાની જાહેરાત કરી છે, જેના દ્વારા ભારત ભરમાં 1 કરોડ પરિવારોને મફત વીજળીનો લાભ આપવામાં આવશે. આ યોજનાના માધ્યમથી લાભાર્થીના ઘરો ઉપર સોલર પેનલ લગાડવામાં આવશે જેના માટે કેન્દ્ર સરકાર 75000 કરોડનું બજેટ બિલ પાસ કર્યું છે.આ યોજના માટે આવેદન પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે.

  • લાભાર્થી ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થીની વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થીના પરિવારનો કોઈ પણ સદસ્ય સરકારી સેવામાં કાર્યરત ન હોવો જોઈએ.
  • લાભાર્થી પાસે પોતાનું પાકું મકાન હોવું જોઈએ તથા ઘરના છત પર સોલર પેનલ લગાવી શકાય તેવી અનુકુળતા હોવી જોઈએ.
  • લાભાર્થીનો આધારકાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ.
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો
  • વીજળી બિલ
  • બેંક ખાતાની પાસબુક
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો


સૌથી પહેલા તમારે પીએમ સૂર્ય ઘર યોજનાના ઓફિશિયલ પોર્ટલ પર જવાનું રહેશે જેની ડાયરેક્ટ લિંક આગળ આપવામાં આવેલી છે.


હવે તમારે હોમ પેજ પર Apply for Rooftop Solar લિંક પર ક્લિક કરીને નીચે આપેલી માહિતી ભરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

  • રાજ્યનું નામ
  • વીજ કંપનીનું નામ (PGVCL, UGVCl, DGVCl વગેરે)
  • કન્ઝ્યુમર નંબર
  • મોબાઈલ નંબર
  • ઇમેલ એડ્રેસ


રજીસ્ટ્રેશન થઈ ગયા પછી Login ના વિકલ્પ પર ક્લિક કરી કન્ઝ્યુમર નંબર મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર પર આવેલો OTP ભરીને લોગીન કરવાનું રહેશે.

જેવા તમે લોગીન કરશો એટલે તમારી સ્ક્રીન પર PM Surya Ghar Yojana Form ખુલી જશે જેમાં તમારે અન્ય જરૂરી જાણકારી ભરીને ફોર્મ સબમીટ કરવાનું રહેશે.


ફોર્મ સબમીટ કર્યા પછી તમારે થોડી રાહ જોવાની રહેશે જ્યાં સુધી તમને એપ્રુવલ ન મળે ત્યાં સુધી.

એપ્રુવલ મળ્યા પછી તમારે સૂર્ય ઘર પોર્ટલ પર વેન્ડરના લિસ્ટ પર જઈને તમારા એરીયા માં જે પણ વેન્ડર હોય તેનો કોન્ટેક કરી સોલર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે કહેવાનું રહેશે.


એક વખત તમારા ઘરની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી ફરી પાછું આ Website પર આવીને નેટ મીટર માટે અપ્લાય કરવાનું રહેશે.


નેટ મીટર માટેની એપ્લિકેશન કર્યા પછી તમારા ઘરની છત પર વેન્ડર દ્વારા ચકાસણી કરવામાં આવશે અને તેના દ્વારા ઓકે કર્યા પછી સૂર્ય ઘર પોર્ટલ પર જઈને કમિશનિંગ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.


ઓફિસિયલ વેબસાઈટ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ મેળવ્યા પછી તમારે તમારા બેંક ખાતાની જાણકારી કે જેમાં તમે સબસીડી મેળવવા માગતા હોય તે આપવાની રહેશે. જેમકે બેંકનું નામ, બેંક ખાતા નંબર, ifsc કોડ અને એક કેન્સલ ચેક.


ઉપર બતાવેલી બધી જ ડીટેલ આપ્યા પછી વધુમાં વધુ 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં પીએમ સૂર્ય ઘર સબસીડી જમા થઈ જશે. અને ત્યારબાદ તમારા ઘરનું લાઈટ બિલ પણ શૂન્ય થઈ જશે.

Home PageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top