Mudra Yojana Loan Limit Increase In Budget 2024: બજેટ 2024માં પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન હેઠળ 20 લાખ સુધી સહાય આપવાની ઘોષણા કરી છે. જો કે માત્ર આવા વ્યક્તિ જ આ સરકારી યોજનાનો લાભ ઉઠાવી શકશે.
PM Mudra Loan યોજના હેઠળ લોનની ત્રણ કેટેગરી છે, શિશુ, કિશોર અને તરુણ. શિશુ લોન હેઠળ રૂ. 50 હજાર સુધીની લોન આપવામાં આવે છે. કિશોર લોન હેઠળ રૂ. 50 હજારથી રૂ. 5 લાખ સુધીની લોન આપવામાં આવતી હતી અને તરુણ લોન હેઠળ રૂ. 5 લાખથી રૂ. 10 લાખ સુધીની લોન આપવામાં આવતી હતી, જે હવે વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે.
PM Mudra Loan જરૂરી દસ્તાવેજો
- વ્યાપાર યોજના
- અરજી પત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- કેવાયસી દસ્તાવેજો
- ઓળખનો પુરાવો
- રહેઠાણનો પુરાવો
- આવકનો પુરાવો
PM Mudra Loan 3 પ્રકારની લોન
- શિશુ લોન : શિશુ લોન હેઠળ 50000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
- કિશોર લોન : કિશોર લોન હેઠળ રૂ. 50000 થી રૂ. 5 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
- તરુણ લોન : તરુણ લોન હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે
PM Mudra Loan લાયકાત
અરજદારની વય 18 વર્ષથી વધુ હોવી જોઈએ. કોઈપણ બેન્ક કે નાણાકીય સંસ્થામાં default ન કર્યું હોય તેમજ Credit track record સારો હોવો જોઈએ. સૂચિત પ્રવૃત્તિ હાથ ધરવા માટે અરજદાર પાસે જરૂરી કૌશલ્ય/અનુભવ/જ્ઞાન હોવું જરૂરી છે. શૈક્ષણિક લાયકાત સૂચિત પ્રવૃત્તિના આધારે અને તેની જરૂરિયાત પર આધારિત હોવી જોઈએ. આ લોનનો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે જ થવો જોઈએ.
PM Mudra Loan અરજી કેવી રીતે કરવી ?
- પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન માટે Online અરજી કરવાની રહેશે
- સૌથી પહેલા https://www.mudra.org.in/ Website પરથી લોન અરજી ફોર્મ Dwonload કરો.
- મુદ્રા યોજનામાં, શિશુ લોન માટેનું ફોર્મ અલગ છે, જ્યારે તરુણ લોન અને કિશોર લોન માટેનું ફોર્મ એક જ છે.
- મુદ્રા લોન અરજી ફોર્મમાં તમામ વિગતો ભરો.
- તમારો મોબાઈલ નંબર, આધાર નંબર, નામ, સરનામું વગેરે દાખલ કરો.
- તમે તમારો વ્યવસાય ક્યાં શરૂ કરવા માંગો છો તેની માહિતી આપો.
- OBC, SC/ST કેટેગરીમાં આવતા અરજદારોએ જાતિ પ્રમાણપત્ર આપવાનું રહેશે.
- જે થયા બાદ લોન Application સેન્ટર પર Clickકરી માંગેલી વિગત ભરવાની રહે છે.
- બધા દસ્તાવેજો Submit કર્યા બાદ એક Application નંબર આપવામાં આવે છે.
- જેનાથી તમે તમારી લોનની સ્થિતિ ચેક કરી શકો છો.
important Links
| Home Page | Click Here |
