Pandit Din Dayal Upadhyay Awas Yojana 2024: પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ યોજના થકી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. અને યોગ્યતા ધરાવતા વ્યક્તિઓને સરકાર દ્વારા રૂપિયા 1,20,000 ની મકાન બાંધકામ માટે સહાય આપવામાં આવે છે. આ પોસ્ટમાં તમને કઈ રીતે અરજી કરવી, કોને લાભ મળે અને અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે. તેની માહિતી નીચે આપેલ છે.
Pandit Din Dayal Upadhyay Awas Yojana માટે કોણ-કોણ અરજી શકે છે?
- આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને ગરીબ પરિવાર, વિચરતી/વિમુકત જનજાતિમાં સમાવેશ થતો હોવો જોઈએ.
- આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ કે પરિવાર પાસે પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
- આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ કે પરિવારએ ગુજરાત સરકારના અન્ય કોઈ ખાતામાંથી અન્ય યોજનાનો લાભ મેળવેલ ન હોવો જોઈએ.
- આ યોજનામાં અરજી કરનાર પરિવારમાં કોઈ અન્ય વ્યક્તિ પાસે પાકું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ. જો પાકું મકાન કે પ્લોટ હોય તો તેવા વ્યક્તિ કે પરિવાર આ યોજનામાં અરજી કરવા પાત્ર ગણાશે નહીં.
- આ યોજનામાં અરજી કરનાર જો ગ્રામ્ય (રુરલ) વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજારથી વધુ ન હોવી જોઇએ.જો આવક તેના કરતાં વધુ હસે તો તેના આ યોજનામાં અરજી કરવા પાત્ર ગણાશે નહીં.
- જો યોજનામાં અરજી કરનાર શહેરી (સિટી) વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજારથી વધુ ન હોવી જોઈએ. જો આવક તેના કરતાં વધુ હસે તો તેના આ યોજનામાં અરજી કરવા પાત્ર ગણાશે નહીં.
- આ યોજનામાં અરજી કરવા માંગતા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ સરકારી અધિકારી ન હોવો જોઈએ.
- જો બી.પી.એલ (BPL Card) કાર્ડ ધારક હોય તેમને આ યોજનામાં પ્રાધાન્ય આપવામાં આવે છે.
Pandit Din Dayal Upadhyay Awas Yojana જરૂરી દસ્તાવેજ યાદી
- બેન્ક પાસબુક
- આવકનો દાખલો
- જો વિધવા હોય તો પતિના મરણ નો દાખલો
- કોઈ પણ આવાસ યોજનામાં તૈયાર મકાન મળે નથી તે અંગેનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામ પંચાયત ના તલાટી કે સીટી તલાટી કમ મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટર નું પ્રમાણપત્ર નકલ
- જમીન માલિકીનો દસ્તાવેજ
- જાતિનો દાખલો
- બીપીએલ નો દાખલો
- રહેઠાણ પુરાવો
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો
- ચતુર્ક્ષીમાનો જમીન પર મકાન બાંધવાનો છે તે નકશાની વિગતો
Pandit Din Dayal Upadhyay Awas Yojana માં લાભાર્થીને સહાયની રકમ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 માં અરજી કરનાર લાભાર્થીને કુલ રૂ. 1,20,000/-ની સહાય મળવાપાત્ર થશે. આ રકમની રાશિની ચુકવણી ત્રણ અલગ અલગ મૂલ્યની રકમ હપ્તા સ્વરૂપે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમાં થશે.
પ્રથમ રાશી : પ્રથમ રાશીની રકમ રૂ. 40,000/- નો હશે. આ રકમ લાભાર્થીને નવુ પાકું મકાન/ઘરનું ચણતર કામ શરૂ કરવા માટે આપવામાં આવશે.
દ્વિતીય રાશિ : બીજી રાશિની રકમ રૂ. 60,000/- નો હશે. આ રકમ લાભાર્થીને મકાન/ઘરનું સ્તર લેટર લેવલે પહોંચતા મળે છે.
તૃતીય રાશિ : ત્રીજી અને અંતિમ રાશિની રકમ રૂ. 20,000/- છે.આ રાશિની રકમ લાભાર્થીનું મકાન/ઘર પૂર્ણ થવા પર હોય ત્યારે મળવાપાત્ર થશે.
કેવી રીતે અરજી કરવી ?
- Pandit Din Dayal Upadhyay Awas Yojana How તો apply ,કોઈપણ વ્યક્તિ પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના ની અંદર પાત્રતા ધરાવે છે અને તે લાભ મેળવવા માંગે છે તો ગુજરાત સરકાર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ની અંદર અરજી કરવા માટેની તારીખો નીચે મુજબ આપેલ છે તે મુજબ તમે અરજી ફોર્મ ભરી શકો છો. અને આ યોજનાનો લાભ મેળવી શકો છો.
- Pandit dindayal upadhyay awas yojana, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના ફોર્મ ભરવાના 17 ઓગસ્ટ 2024 થી શરૂ થઈ ગયા છે. અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે 16 સપ્ટેમ્બર 2024 તે દરમિયાન તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે
- જે પણ લોકોએ 2022/23 અને 23/24 માં પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજન માટે અરજી કરેલી છે તેને લાભ મળ્યો નથી તેવા ઉમેદવારો આ વર્ષમાં ચાલુ વર્ષમાં અરજી કરવાની નથી.
Important Links
| Home Page | Click here |
