ONGC Gujarat Recruitment 2024: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની ગુજરાત સહીત આખા ભારતમાં કુલ 2235+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેરાત ,જુઓ સંપૂર્ણ માહિતી

ONGC Gujarat Recruitment 2024: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની ગુજરાત સહીત આખા ભારતમાં કુલ 2235+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

પોસ્ટઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન પોસ્ટ
પદવિવિધ જગ્યાઓ
Applicationonline
રજીસ્ટ્રેશન કરવાની તારીખ4 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર 2024
Official Websitehttps://ongcindia.com/
  • of Government Departments આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • ONGC આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ONGCની Official Websiteની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ Submit બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 04 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.

ગવર્નમેન્ટ કંપનીની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે. સરકારી વિભાગની આ ભરતી હોવાથી આરક્ષિત ઉમેદવારોને સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ મળી શકે છે.

ઓઇલ અને કુદરતી વાયુ સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ ધોરણ 10 પાસ / 12 પાસ / ITI / ડિપ્લોમા / સ્નાતક માંગવામાં આવી છે. લાયકાતની સંપૂર્ણ માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

સરકારી કંપનીની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન લેખિત કસોટી તથા મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ/પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા એકાઉન્ટ એક્ષેકયુટીવ, કોમ્પ્યુટર ઓપરેટર, આસિસ્ટન્ટ, ઇલેકટ્રીશ્યન, ફીટર, સર્વેયર, એન્જીનીયર, સ્ટોર કીપર સહીત અન્ય ઘણી બધી પોસ્ટ પર ભરતી ચાલી રહી છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

Home Page Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top