One Nation One Ration Card Yojana Gujarat : કોઈ પણ જગ્યાથી તમે તમારું રાશન મેળવી શકો છો , ફાયદા, ડોકયુમેંટ,જુઓ માહિતી

જો તમે કામ કરવા અથવા અન્ય કોઈ કારણોસર તમારા ઘરથી દૂર રહેતા હોય અને અને દર મહિને તમારે રાશન લેવા માટે તમારે ગામડે અથવા જવું પડતું હતું પરંતુ હવે સરકારે વન નેશન વનરાશન કાર્ડ યોજના લાગુ કરી છે જેમાં તમે ભારતભરમાં કોઈપણ જગ્યાએથી તમારું રાશન મેળવી શકો છો.

તો આજના લેખમાં અમે તમને જણાવીશું કે વન નેશન વનરાશન કાર્ડ યોજના શું છે?, આ યોજનામાં લાભ કેવી રીતે લેવો, લાભ કોણ લઈ શકે, તેના ફાયદા અને યોજના માટે અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચવા વિનંતી.

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ રાશનકાર્ડમાં દેશભરમાં વન વનનેશન વનરાશન યોજના લાગુ કરવામાં આવી છે આ યોજના હેઠળ NFSA રાશનકાર્ડ ધારકોને આવરી લેવામાં આવ્યા છે જેની મદદથી રેશનકાર્ડ ધારકો દેશમાં ગમે ત્યાંથી તે રાશન મેળવી શકે છે. આ યોજના ઓગસ્ટ 2019 માં માત્ર ચાર રાજ્યો થી શરૂ કરવામાં આવી હતી અને ફેબ્રુઆરી 2022 સુધીમાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ યોજના ચાલુ છે.

ભારતભરમાં લાભાર્થીઓ કોઈપણ વ્યાજબી ભાવની દુકાનમાં જઈને ડીલરની સાથે કોન્ટેક્ટ કરી તેમનો રેશનકાર્ડ નંબર અથવા આધાર નંબર લીંક કરી શકે છે. પરિવારની કોઈપણ વ્યક્તિ જેમની રેશનકાર્ડમાં આધાર નંબર લીંક છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે અને તેની મદદથી રાશન લઈ જઈ શકે છે.

  • આ યોજના તમામ NFSA રેશનકાર્ડ ધારકોને ખાસ કરીને સ્થળાંતર લાભાર્થીઓને બાયોમેટ્રિક અથવા આધાર ઓથેન્ટીકેશન સાથે વર્તમાન રેશનકાર્ડ દ્વારા કોઈપણ ભારતભરમાં કોઈપણ વ્યાજબી ભાવની દુકાન ઉપર જઈને સંપૂર્ણ તથા અથવા આંશિક અનાજ મેળવવાનું મંજૂરી આપે છે.
  • આ યોજના હેઠળ લાભાર્થી પોતાની મનપસંદ વાજબી ભાવની દુકાન પણ પસંદ કરી શકે છે.
  • આ યોજના હેઠળ સિસ્ટમ તેમના પરિવારોના સભ્યોને ઘરે પાછા જઈને બાકીનું અનાજ લેવા માટે પણ પરવાનગી આપે છે જો એવું કોઈ પરિવારને કરવું હોય તો.
  • રસ ધરાવતા રાશનકાર્ડ ધારક રાશનકાર્ડ સાથે લઈને નજીકની વ્યાજબી ભાવની દુકાન ઉપર જવાનું રહેશે.
  • લાભાર્થી દેશભરમાં કોઈપણ વ્યાજબી ભાવની દુકાનના ડીલરને તેમનો રેશનકાર્ડ નંબર અથવા આધાર નંબર લીંક કરાવી શકે છે.
  • પરિવારના કોઈ પણ વ્યક્તિ જેમણે પોતાના રાશનકાર્ડમાં આધાર કાર્ડ નંબર લીંક કર્યો છે તે આ પ્રોસેસ કરી શકે છે અને રાશન ઉપાડી શકે છે. રાશન મેળવવા માટે રેશનકાર્ડ અથવા આધારકાર્ડને ડીલરને આપવાની જરૂર નથી.
  • લાભાર્થી રાશન મેળવવા માટે તેમની ફિંગર પ્રિન્ટ્સ અથવા આઇરિસ દ્વારા પ્રમાણિકરણ કરીને રાશન મેળવી શકે છે.
Home PageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top