મફત પરિવહન સુવિધા 2024: ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે પરિવહન યોજના, જુઓ લાભ લેવા માટે

મફત પરિવહન સુવિધા: 18 નવેમ્બર 2024 થી શાળા કોલેજો શરૂ થઈ ગઈ છે અને દરેક વિદ્યાર્થીનું ભણતરનું કાર્ય શરૂ થઈ ગયું છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે મુશ્કેલીઓ પડતી હોય છે તેથી તેઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી અથવા તો શિક્ષણ થી જ સાવ વંચિત રહી જતા હોય છે. આવું ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા મફત પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી છે જેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે.

સમગ્ર શિક્ષા હેઠળ રાજ્યની ધોરણ-1 થી 8ની સરકારી પ્રાથમિક અને ધોરણ-9 થી 12ની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા આપવામાં આવશે જેથી કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ના રહી શકે પણ આ સુવિધાનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે જે નીચે મુજબ છે.

  • ધોરણ-1 થી 5ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર 1-કિમી થી વધુ હોય તેવા વિદ્યાર્થીને જ લાભ મળશે.
  • ધોરણ-6 થી 8ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર 3-કિમી થી વધુ હોય તેવા વિદ્યાર્થીને જ લાભ મળશે.
  • ધોરણ-9 થી 12ની સરકારી અને અનુદાનિત શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર 5-કિમી થી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાભ.

જો તમે ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારના રહેવાસી છો અને ઉપર મુજબની શરતોનું પાલન કરો છો તેમજ શાળાએ જવા માટે સરકારની આ પરિવહન સુવિધાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તમારે તમારી નજીકની શાળાનો સંપર્ક કરવાનો રહેશે અને આ મફત પરિવહન સુવિધા વિશે જાણકારી મેળવવાની રહેશે.

આ ઉપરાંત આ વિશે વધારે માહિતી માટે transportspo@ssguj.in આ વિશેની વધુ માહિતી મેળવી શકો છો.

Home Page Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top