Advertisement
Kuvarbai Nu Mameru Yojana Gujarat 2025: કુવરબાઈનુ મામેરુ યોજના એ ગુજરાત સરકાર દ્વારા સમાજમાં દીકરીઓના સશક્તિકરણ અને લગ્ન વિધિ દરમિયાન નાણાકીય સહાય પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવેલી ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ લક્ષી યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોને દીકરીના લગ્ન માટે નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે. આ યોજના અંતર્ગત લગ્ન કરેલી દીકરીઓને દીકરી દીઠ ₹12,000 ની સહાય સીધી એમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અરજી કરવા માટે વાંચો સંપૂર્ણ માહિતી
Kuvarbai Nu Mameru Yojana Gujarat 2025
| યોજનાનું નામ | Kuvarbainu Mameru Yojana 2025 |
| વિભાગનું નામ | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
| યોજનાનો હેતુ | રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે. |
| કોણ કોણ લાભ લઈ શકે | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી કન્યાઓ |
| મળવા પાત્ર લાભ | તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય |
| Official Website | https://esamajkalyan.gujarat.gov.in/ |
યોજના માટે પાત્રતાના માપદંડો
- લાભાર્થી કન્યા ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જરૂરી છે
- લાભાર્થી કન્યા લગ્ન સમયે આ યોજનાનો લાભ મેળવી શકે છે
- કુટુંબની બે પુખ્ત વયની કન્યા ના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે
- લાભાર્થી કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ
- જો કોઈ કન્યા ના પુનઃલગ્ન થાય તો તે પણ યોજના લાભ લઈ શકશે નહીં
- લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે
- સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુવરબાઈનુ મામેરુ યુદ્ધની સહાય મળવા પાત્ર રહેશે
- ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તારોમાં વાર્ષિક આવો કૃપા 1,50,000 થી વધારે ન હોવી જોઈએ
Kuvarbai Mameru Yojana Gujarat 2025 જરૂરી દસ્તાવેજો
- કન્યાનું આધાર કાર્ડ
- કન્યાનું ચૂંટણી
- કન્યા ના પિતાનું આધાર કાર્ડ
- કન્યાનો જાતિનો દાખલો
- યુવકનો જાતિનો દાખલો
- રહેઠાણનો પુરાવો
- કન્યા ના પિતા નો વાર્ષિક આવકનો દાખલો
- કન્યા નો જન્મ તારીખ નો દાખલો
- યુવક જન્મતારીખ નો દાખલો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક
- કન્યા ના પિતા નું એકરાર નામુ
- કન્યા ના પિતા નું બાહેંધરી પત્રક
- જો પિતા હૈ આપનો હોય તો મરણ નો દાખલો
કુવરબાઈનુ મામેરુ યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ google સર્ચમાં જઈને લાભાર્થીએ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
- Google સર્ચ રીઝલ્ટ માં સત્તાવાર વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે
- ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જો તમે અગાઉ રજીસ્ટ્રેશન ન કરેલ હોય તો new user please register here પર જઈને રજીસ્ટર ની પ્રક્રિયા કરવાની રહેશે
- તમારું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઇ ગયા પછી સમાજ કલ્યાણ પોર્ટલમાં સિટિઝન લોગીન પર ક્લિક કરીને લાભાર્થીઓ પોતાનું પર્સનલ પેજ ખોલવાનું રહેશે
- ત્યાર પછી લાભાર્થી દ્વારા જે જ્ઞાતિ પ્રમાણે રજીસ્ટ્રેશન કરેલ હોય તે મુજબ યોજનાઓનું લોગીન બતાવશે જેની અંદર કુંવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ કુવરબાઈનુ મામેરુ યોજના ઓનલાઈન ફોર્મ માં જઈને જે પ્રમાણે માહિતી માંગેલી છે તે પ્રમાણે ઓનલાઈન ભરવાની રહેશે
- ઓનલાઇન ફોર્મ માં બતાવવામાં આવેલ તમામ માહિતી ભર્યા પછી તેમાં સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી સબમીટ કર્યા પછી એક અરજી નંબર આવશે જે તમારે સાચવીને રાખવાનો રહેશે
- ઓનલાઇન અરજી ના આધારે અપલોડ ડોક્યુમેન્ટમાં જઈને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- ત્યારબાદ તમામ માહિતી અને અસલી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી કન્ફોર્મ અરજી પર ક્લિક કરવાનું રહેશે
- અરજી કન્ફર્મ થઈ ગયા પછી તેને પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે
Important Links
| Home Page | Click Here |
| Gujarati Calendar App 2025: ગુજરાતી કેલેન્ડર પંચાંગ | Click Here |
Advertisement
