Advertisement
કુંવરબાઈનું મામેરું યોજના (Kuvarbai Nu Mameru Yojana In Gujarati) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ એક સરકારી યોજના છે. જે અંતર્ગત ગુજરાત માં રહેલી દીકરીના લગ્ન સમયે આર્થિક મદદ કરે છે. રાજ્ય સરકાર દ્વારા છોકરીઓ માટે એક સારી યોજના બહાર પાડી છે.
તો ચાલો જાણીએ વિસ્તૃત માં કે કુંવરબાઈનું મામેરું યોજના (mangalsutra yojana) શું છે?, તેના લાભ કોણ લઈ શકે છે,તેના માટે જરૂરી દસ્તાવેજો ,કેટલો લાભ મળશે અને અરજી કેવી રીતે કરવી અને કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ વિષે માહિતી જાણો.
કુંવરબાઈનું મામેરું યોજના માટે પાત્રતા અને માપદંડ
- સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
- આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
- કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
- કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
- ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
- અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
- જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
- લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
આપણ વાંચો : રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી: એપ્રેન્ટિસ ના પદો પર પુરુષો માટે ભરતી જાહેર
કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ
- કન્યાનું આધાર કાર્ડ
- કન્યાનું ચૂંટણીકાર્ડ
- કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
- કન્યા નો જાતિનો દાખલો
- યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ડ્રાઇવિંગ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
- કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
- બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- કન્યાના પિતા/વાલીનું એકરારનામું
- કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
yojana માટે અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
- રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
- અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
- ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
- એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.
Advertisement
Advertisement
