IPL TIME TEBLE 2026 : 28 માર્ચથી શરૂ થતી IPL મેચ જુઓ સંપૂર્ણ માહિતી ?

: ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આઈપીએલ 2026 (IPL 2026) ના શિડ્યુલની જાહેરાત કરી દીધી છે. જોકે, હાલમાં માત્ર પ્રથમ તબક્કાના કાર્યક્રમની જ જાહેરાત કરવામાં આવી છે, જેમાં 15 દિવસ દરમિયાન કુલ 20 રોમાંચક મેચો રમાશે.


સીઝનની શરૂઆત 28 માર્ચના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલાથી થશે. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) તેનો પ્રથમ મેચ 29 માર્ચે કોલકાતા સામે રમશે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 30 માર્ચે ગુવાહાટીમાં મેદાનમાં ઉતરશે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની વાત કરીએ તો, તેઓ 31 માર્ચના રોજ પંજાબ કિંગ્સ સામે ટકરાશે.

IPL 2026 ની પ્રથમ 20 મેચો કુલ 10 શહેરોમાં રમાશે. તેમાં બેંગલુરુ, દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ, ગુવાહાટી, ન્યુ ચંદીગઢ, લખનૌ, કોલકાતા, અમદાવાદ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.

ડબલહેડર્સ (દરેક મેચ) 4, 5, 11 અને 12 એપ્રિલના રોજ રમાશે, જ્યારે બાકીના દિવસોમાં એક-એક મેચ હશે.

અસમ, તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ આ વખતે આઈપીએલ બે તબક્કામાં આયોજિત કરી રહી છે. પ્રથમ તબક્કામાં માત્ર 20 મેચો રમાશે, જ્યારે બાકીના મુકાબલા બીજા તબક્કામાં રમાશે. જોકે, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા આ શેડ્યૂલની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top