India Post GDS Recruitment 2025 : ઈન્ડિયા પોસ્ટમાં મોટી ભરતી, ધો.10 પાસ ઉમેદવારો પણ કરી શકશે અરજી

ધોરણ 10 પાસ કર્યા પછી સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ભારતીય પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS-2025)ની 21,413 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે.

વિભાગનું નામઇન્ડિયા પોસ્ટ
પોસ્ટગ્રામીણ ડાક સેવક (GDS),
કુલ ખાલી જગ્યા21413
અરજી માધ્યમઓનલાઈન
અરજી તારીખ3 માર્ચ 2025
Official Website https://indiapostgdsonline.gov.in/

ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ભરતી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, આંધ્રપ્રદેશ, આસામ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ,જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ સહિતના ઘણા રાજ્યો માટે છે. સૌથી વધુ પોસ્ટ યુપી માટે છે અને ત્યાર બાદ તમિલનાડુમાં છે. અરજી કર્યા પછી, ઉમેદવારો તેમના ફોર્મમાં 6 માર્ચથી 8 માર્ચ સુધી કરેક્શન કરી શકે છે.

અરજી કરનાર ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, અરજદારને કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને સ્થાનિક ભાષાની સમજ હોવી જોઈએ. ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. OBC કેટેગરી માટે મહત્તમ વય મર્યાદામાં 3 વર્ષ, SC અને ST માટે 5 વર્ષ અને વિકલાંગ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટ આપવામાં આવી છે.

જનરલ અને ઓબીસી કેટેગરીના અરજદારોએ 100 રૂપિયાની અરજી ફી જમા કરાવવાની રહેશે. જ્યારે SC, ST અને વિકલાંગ ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

  • સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલ એપ્લાય લિંક પર ક્લિક કરો.
  • હવે રજિસ્ટ્રેશન કરો અને અરજી ફોર્મ ભરો.
  • ડોક્યુમેન્ટસ અપલોડ કરો અને ફી જમા કરો.
  • એકવાર ક્રોસ ચેક કરો અને સબમિટ કરો.
Home Page Click Here
Vidhva Sahay Yojana Gujarat 2025Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top