Gujarat Voter List 2026 : નવી મતદાર યાદી તમારું નામ છે કે નહીં? ફક્ત 1 મિનિટમાં ઓનલાઇન ચેક કરી લો

ગુજરાતના તમામ મતદારો માટે મહત્વપૂર્ણ સમાચાર જાહેર થયા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા Gujarat Final Voter List 2026 (SIR 2026) સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી Special Intensive Revision (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નવી અને અપડેટેડ મતદાર યાદી ઓનલાઈન ઉપલબ્ધ છે.

જો તમે જાણવા માંગો છો કે તમારું નામ યાદીમાં સામેલ છે કે નહીં, તો હવે તમે ઘરે બેઠા જ મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા સરળતાથી તપાસ કરી શકો છો.

🎁આપણ વાંચો : ગુજરાત આંગણવાડી ભરતી 2026: ફક્ત ધોરણ 10 પાસ પર ભરતી જુઓ અરજી માટે

Gujarat SIR Final Voter List: ગુજરાતના નાગરિકો અને મતદારો માટે અગત્યના સમાચાર છે. ભારતના ચૂંટણી પંચ (Election Commission) દ્વારા ગુજરાતમાં હાથ ધરાયેલી SIR (Special Intensive Revision) ઝુંબેશ એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હવે આજે મંગળવારે 17 ફેબ્રુઆરીએ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાંથી મૃત, સ્થળાંતરિત અને ડુપ્લિકેટ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક નવા નામ ઉમેરવામાં આવ્યા છે. ત્યારે ચાલો જાણીએ આ યાદીમાં તમે તમારું નામ કેવી રીતે ચેક કરી શકો છો. નોંધનીય છે કે, ભારતના ચૂંટણી પંચ (Election Commission) દ્વારા અગાઉ 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી.

🟢મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા

જો તમારું નામ યાદીમાં નથી, તો તમે Form 6 દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો.

✔ વેબસાઈટ પર Login કરો
New Voter Registration પસંદ કરો
✔ જરૂરી વિગતો ભરો
✔ દસ્તાવેજ અપલોડ કરો
✔ અરજી સબમિટ કરો

🟢Gujarat Voter List 2026

વિગતમાહિતી
યાદીનો પ્રકારઆખરી મતદાર યાદી
જાહેર કરનારમુખ્ય નિર્વાચન અધિકારી (CEO), ગુજરાત
જાહેર થયાની તારીખ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬
કુલ મતદારોની સંખ્યા૪,૪૦,૩૦,૭૨૫ (અંદાજે ૪.૪૦ કરોડ)
નવા ઉમેરાયેલ મતદારો૫,૬૦,૦૦૦ થી વધુ
સત્તાવાર વેબસાઈટceo.gujarat.gov.in

🟢મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું?

  • સૌથી પહેલા Voters’ Service Portal ની વેબસાઈટ voters.eci.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર ‘Search in Electoral Roll’ વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં તમે ૩ રીતે નામ શોધી શકશો:
  • Search by Details: તમારું નામ, પિતાનું નામ, ઉંમર અને જીલ્લો નાખીને.
  • Search by EPIC: તમારા ચૂંટણી કાર્ડના નંબર (EPIC No.) દ્વારા.
  • Search by Mobile: રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મેળવીને.૪. તમારી વિગતો સાચી હશે તો નીચે તમારા મતદાન મથક (Polling Station) ની વિગત સાથે તમારું નામ દેખાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top