Gujarat Farmer id registration online ખેડૂત ભાઈઓ, તમને નહિ મળે પીએમ કિસાન યોજનાનો લાભ ! “ફાર્મર આઈડી” ઝડપથી નોંધણી કરો ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે દરેક ખેડૂતોને ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ ગયું છે. Gujarat Farmer Registry માટે ખેડૂત ભાઈ ઓફિસિયલ વેબસાઈટ Farmer Registry – Agri Stack ની મિલકત અવશ્ય લેવી જોઈએ.
ખેડૂત રજીસ્ટ્રેશન કરવા માટે જો તમે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન નહીં કરાવો તો પીએમ કિસાન યોજનાનો નહીં મળે અને તમે તમારા અનાજને ટેકાના ભાવે વેચાણ અને કૃષિની કોઈ યોજનાનો લાભ લેવા પાત્ર થશે નહીં તેથી તમે 31 December 2024 સુધી નોંધણી કરાવવી ફરજીયાત છે ખેડૂત રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું
ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ બહેનોને ગુજરાત સરકાર દ્વારા એક નવી સુવિધા બહાર પાડવામાં આવ્યું છે જે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવવી પડશે તમને Farmer id registration Gujarat એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે. તેનાથી તમને ખૂબ જ ફાયદો થશે અને તમારે એડ્રિકેટ પોર્ટલ પર જઈ અને ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવી પડશે ખેડૂત આઈડી ના ફાયદા શું છે તેના વિશે સંપૂર્ણ માહિતી જાણી
ખેડૂત ID ના લાભો Farmer id Registration Gujarat
જો તમે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવશો તો તમને ઘણા ફાયદા થશે જેમ કે પીએમ કિસાન યોજના નો લાભ મળવાની ચાલુ થઈ જશે તમારી દરેક યોજના બંધ હશે તેમાં તમે લાભ લેતા થઈ જશો અને એના સિવાય બીજી વાત કરીએ તો બજારના ટેકાના ભાવે વેચવા માટે તમારે ફાર્મર ફાઈટીંગ જરૂર પડશે અને એવી ઘણી બધી કૃષિ ને લગતી યોજનાઓ છે જેમાં તમે ફોર્મ ભરતી વખતે ફાર્મર આઈડી ફરજિયાત જરૂર પડશે ખેડૂત રજીસ્ટ્રેશન 2025
ફાર્મર આઈડી નોંધણી માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ (મોબાઈલ નંબર સાથે લિંક હોય તે જરૂરી છે).
- જમીનમાલિકીનો પુરાવો (7/12 અથવા અન્ય માલિકીના દસ્તાવેજો).
- મોબાઈલ નંબર (સક્રિય અને તમારા નામે નોંધાયેલ).
- PM કિસાન માટે જરૂરી અન્ય વિગતો.
ગુજરાત ખેડૂત નોંધણી કેવી રીતે કરવી ?
- ખેડૂતે agristack.org લિન્ક ઓપન કરી ને ફાર્મર લૉગિનમાં create new account પર ક્લિક કરવું.
- સૌપ્રથમ ખેડૂતે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ ખેડૂતને તેમના આધારથી લિન્ક મોબાઈલ નંબરમાં OTP મેળવશે તે દાખલ કરવો.
- આધારના વેરિફિકેશન પછી ખેડૂતનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. તે નંબર પર OTP આવશે તે દાખલ કરવો.
- ત્યારબાદ સૌથી નીચે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે.
- ત્યારબાદ ખેડૂતના મોબાઈલ નંબર અને સેટ કરેલા પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે.
- લોગીન થતાં ખેડૂતની માહિતી સ્થાનિક ભાષામાં વેરીફાય કરવાની રહેશે અને તે માહિતી જરૂરિયાતો હોય તો બદલી પણ શકે છે. આધાર કાર્ડ પ્રમાણે ખેડૂતનું સરનામું દેખાશે જે ચેક કરવાનું રહેશે.
- આપેલ land ownership ડ્રોપ ડાઉન માંથી owner પસંદ કરવાનું રહેશે. Occupation details માં આપેલ બંને ચેક બોક્ષને સિલેકટ કરવાના રહેશે.
- Fetch land details પર ક્લિક કરવું. ખેડૂતની જમીનનો સર્વે નંબર દાખલ કરવો. આપેલ ડ્રોપડાઉન માંથી ખેડૂતનું નામ પસંદ કરો. જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્ષને સિલેકટ કરી સબમિટ પર ક્લિક કરતાં તે નંબર Fetch થઈ જશે.
- Fetch થયેલ સર્વે નંબરનો Name Match Score ચેક કરવાનો રહેશે. એક જ ગામના સર્વે નંબર દાખલ કર્યા બાદ Verify all land પર ક્લિક કરવું.
- નીચે આપેલ બે ચેક બોક્ષ ટીક કરવા. ત્યારબાદ save બટન પર ક્લિક કરવું.
- ત્યાર બાદ proceed to E-Sign button પર ક્લિક કરવું.
- ત્યારબાદ આધારના C-DAC પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવો.
- આધાર સાથે લિન્ક થયેલ નંબર OTP આવશે તે અહી દાખલ કરવો. ત્યારબાદ submit પર ક્લિક કરવું.
- રજીસ્ટ્રેશન પૂર્ણ થવા પર તે ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાશે.
- તમારી નોંધણી સફળ રહી છે અને તમારી નોંધણી ID 24 676 38 છે
Important Links
| Home Page | Click Here |
