Gandhinagar Municipal Corporation Recruitment 2024: ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે.
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2024
| સંસ્થા | Gandhinagar Municipal Corporation |
| પદ | વિવિધ જગ્યાઓ |
| અરજી માધ્યમ | Offline |
| રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 27 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર 2024 |
| Official Website | https://gandhinagarmunicipal.com/ |
Selection Process:
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે લીધા બાદ કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
ખાલી જગ્યા:
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અધિકૃત જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, વિભાગ દ્વારા મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયરની 03, હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલીસી સ્પેશિયાલિસ્ટની 01, એમ.આઈ.એસ એક્સપર્ટની 01 તથા સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટની 06 આમ કુલ 12 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે.
પગારધોરણ:
- મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર: રૂપિયા 30,000
- હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલીસી સ્પેશિયાલિસ્ટ: રૂપિયા 30,000
- એમ.આઈ.એસ એક્સપર્ટ: રૂપિયા 20,000
- સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ: રૂપિયા 20,000
આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?
- ઈસરોની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઈસરોની Official Website ની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમને ભરતીની જાહેરાત તથા અરજી ફોર્મ જોવા મળી જશે તે ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ કાઢી લો.
- હવે આ અરજી ફોર્મમાં સરસ રીતે તમારી તમામ માહિતી ભરી દો અને માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો.
- હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના કુરિયર કે પોસ્ટના માધ્યમથી ગાંધીનગરપાલિકાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
- અરજી પંહોચડવાનું સરનામું – ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, હાઉસિંગ સેલ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન, ફાયર સ્ટેશનની પાછળ, સેકટર- 17, ગાંધીનગર – 382016 છે.
જરૂરી દસ્તાવેજો
- ઉંમર અંગે પ્રમાણપત્ર
- એચ.એસ.સી. માર્કશીટ, ટ્રાયલ હોય તો તમામ માર્કશીટ એટેચ કરવી.
- એચ.એસ.સી ટ્રાયલ સર્ટી
- સ્નાતકનું છેલ્લા વર્ષ/ છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ
સ્નાતકની ડીગ્રી સર્ટીફીકેટ - સીસીસી કોમ્પ્યુટર સર્ટીફીકેટ
- અનુભવ સર્ટીફીકેટ
- ટેલી એકાઉન્ટીંગ સર્ટીફીકેટ
Important Links
| Home Page | Click Here |
