મફત પ્લોટ યોજના 2026 : ઘર બનાવવા માટે 100 ચો વાર જમીન મળશે ,ફોર્મ ડોક્યુમેન્ટ,અરજી પ્રક્રિયા જાણો

ગુજરાત રાજ્યમાં એવા ઘણા બધા નાગરિકો છે જેને રહેવા માટે પોતાનું ઘર નથી અને પોતાનો ઘર બનાવવા માટેની જગ્યા પણ હોતી નથી જે લોકો આવી પરિસ્થિતિમાં છે અને બીપીએલ રેશનકાર્ડ માં નામ ધરાવતા હોય અને ગરીબી રેખા નીચે આવતા હોય તેમના માટે સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવી રહી છે જેમાં તેમણે 100 ચોરસ ફૂટ જમીન આપવામાં આવે છે

🟢યોજના નો હેતુ

100 Choras Var Mafat Plot Yojna નો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકો ને મફત પ્લોટ આપીને ઘરનું ઘર બનાવાનો છે.જેથી જે લોકો પોતાનું પાક્કું ઘર નથી બનાવી શકતાં તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજના થી ગરીબ પરિવારના લોકો ને મફત પ્લોટ આપીને ઘર બનાવી શકે જેથી તેમને આર્થિક બાબતે ઘણી મદદ મળતી હોય છે.

🟢મફત પ્લોટ યોજના શું છે?

આ યોજના થકી ગરીબ અને જેઓ ગરીબી રેખા નીચે જીવતા હોય તેમજ બી.પી.એલ યાદી માં આવતા હોઈ તેવા લોકો ને ઘરનું ઘર બનાવા માટે મફત પ્લોટ યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમજ આ મફત પ્લોટ ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે.

આ યોજના નો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેમની પાસે ઘર નું ઘર નથી તેમજ ઘર બનાવા માટે પ્લોટ નથી તેમજ જેઓ બી.પી.એલ યાદીમાં આવતા હોય તેમને મળવાપાત્ર થશે.

🟢મફત પ્લોટ સહાય યોજના માં કોણ લાભ લઈ શકે છે

  • લાભાર્થી B.P.L કેટેગરી નો હોવો જરૂરી છે.
  • અરજદાર ની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
  • જો અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ.
  • અરજદારની વર્ષિક આવક મર્યાદા ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.
  • ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જોઈએ.
  • અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજુર હોવો જોઈએ.

🟢મફત પ્લોટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે

  • મફત પ્લોટ યોજના નું અરજી ફોર્મ
  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • BPL કાર્ડ
  • જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો
  • SECC ના નામની વિગત
  • બેંક પાસબુક

🟢મફત પ્લોટ યોજના ગુજરાત માટે કેવી રીતે અરજી કરવી

  • અરજી ફોર્મ મેળવો: મફત પ્લોટ યોજના માટે સત્તાવાર અરજી ફોર્મ મેળવવા માટે ગામના તલાટી અથવા ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લો.
  • વૈકલ્પિક રીતે, જો ઉપલબ્ધ હોય તો, panchayat.gujarat.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરો.
    ફોર્મ ભરો: વ્યક્તિગત માહિતી, આવક અને બીપીએલ સ્થિતિ સહિતની સચોટ વિગતો સાથે ફોર્મ ભરો.
  • દસ્તાવેજો જોડો: બધા જરૂરી દસ્તાવેજો (ઉપર સૂચિબદ્ધ) સંકલિત કરો અને તેમને અરજી ફોર્મ સાથે જોડો.
  • ચકાસણી મેળવો: અરજી ચકાસવા માટે તલાટી અને સરપંચ પાસેથી સહીઓ અને સ્ટેમ્પ મેળવો.
  • ગ્રામ પંચાયતને સબમિટ કરો: પૂર્ણ થયેલ અરજી ફોર્મ દસ્તાવેજો સાથે ગ્રામ પંચાયત કચેરીમાં સબમિટ કરો.
  • જિલ્લા પંચાયતને ફોરવર્ડ કરો: ગ્રામ પંચાયત અરજીને વધુ પ્રક્રિયા માટે જિલ્લા પંચાયતને ફોરવર્ડ કરશે.
  • અરજી મંજૂરી: ચકાસણી પછી, જિલ્લા પંચાયત યોગ્ય અરજીઓની સમીક્ષા કરશે અને મંજૂરી આપશે.

🎁HOME PAGE LINK

🎁આપણ વાંચો : How to Earn Money as a College Student ! કોલેજ ભણતા ભણતા રુપીયા કેવી રીતે કમાવવા ?
🎁આપણ વાંચો :સ્વરોજગારલક્ષી લોન યોજના 2026 : બિઝનેસ કરવા સરકાર આપશે 10 લાખ રૂપિયા સુધીની લોન , જુઓ લોન માટે

🎁આપણ વાંચો :પ્રધાનમંત્રી કુસુમ યોજના 2026 : ખેતરમાં સોલાર પેનલ લગાવવા માટે સરકાર આપશે 90% સુધી સબસીડી , અરજી માટે જુઓ

🎁આપણ વાંચો :Select SMC Recruitment 2026: 12 પાસ થી ગ્રેજ્યુએટ ઉમેદવારો,સુરત મહાનગરપાલિકા માં 1924 જગ્યાઓ માટે ભરતી, જુઓ ફોર્મ ભરવા માટે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top