કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. Gujarat Government Schemes For Farmers જેવી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેક્ટર સહાય યોજના તથા સાધન ખરીદી પર સબસીડી પણ આપવામાં આવે છે. પરંતુ ખેડૂતોના જીવનને રક્ષણ આપવા માટે પણ સરકાર સતત ચિંતિત છે. જેને ધ્યાને રાખીને ખેડૂતોને આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની Khedut Vima Yojana વર્ષ 26 જાન્યુઆરી 1996 ના રોજ અમલી બનાવેલ હતી.
આપણ વાંચો : ધોરણ 12 પાસ અને પુરુષ અને સ્ત્રીઓ બંને આવેદન કરી શકે
યોજનાનો હેતુ અને ઉદ્દેશ
સરકાર દ્વારા રજૂ કરાયેલ ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાનો હેતુ ખેડૂત, ખાતેદાર ખેડૂતના સંતાન પછી તે પુત્ર હોય કે પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતની પત્ની કે પતિનુ અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારોને આર્થિક સહાય કરવાનો ઉદ્દેશ છે.
યોજના માટે કોણ પાત્ર છે
વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનારા બધા જ ખેડૂત ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના સંતાનો, તેમજ ખાતેદાર ખેડૂત કે જેમના અવસાન કે કાયમી અપંગતાના કિસ્સામાં તેમની ઉમર 5 થી લઈને 70 વર્ષની હોય તેમને આ યોજનાનો લાભ મળી શકે છે.
યોજના હેઠળ મળતી સહાય
અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં 100 ટકા લેખે રૂપિયા 2 લાખ, અકસ્માતને કારણે બે આંખ, હાથ- પગ અને એક અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં 100 ટકા લેખે રૂપિયા 2 લાખ (આંખના કિસ્સામાં 100 ટકા દ્રષ્ટિ જવી, હાથના કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ અને પગના કિસ્સામાં ધૂંટણ ઉપરથી અપંગતા). અકસ્માતને કારણે એક આંખ કે એક અંગ (હાથ-પગ) ગુમાવવાના કિસ્સામાં 50 ટકા લેખે રૂપિયા એક લાખની સહાય.
આપણ વાંચો : ફક્ત ધોરણ10 પાસ પર ભરતી અરજી કરવા માટે જુઓ સંપૂર્ણ માહિતી
Khedut Akasmat Vima Yojana Gujarat Documents
Agriculture & Farmers Welfare દ્વારા ચાલતી ખેડૂત વીમા યોજના માટે ડોક્યુમેન્ટ નક્કી કરવામાં આવેલ છે. આ તમામ ડોક્યુમેન્ટ ગુજરાતના Juth Vima Yojana દ્વારા નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.
- અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમૂનાની અરજી
- 7/12, 8-અ અને ગામના નમૂના નંબર-6 (હક્કપત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)
- પી.એમ.(પોસ્ટ મોર્ટમ રિપોર્ટ)
- F.I.R / પંચનામા રિપોર્ટ / પોલીસ ઈન્સ્કપેક્ટર અથવા કોર્ટ હુકમ
- મૃતક ખાતેદારનું પ્રમાણપત્ર
- ઉંમર અંગેનો પુરાવો
- સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રિપોર્ટ
- કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ
- સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર
- અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટોગ્રાફ
- મૃતક ખેડૂત અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ
- બાંહેધરી પત્રક
- પેઢીનામું
- વારસદારના કેસમાં અસલ પેઢીનામું (પતિ / પત્ની વારસદારના હોય તેવા કિસ્સામાં)
અમલીકરણ કરતી કચેરી-અધિકારી
અકસ્માતે મૃત્યુના થવાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદારે અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમૂનામાં પુરાવા સાથે અરજી કરવાની રહે છે. અરજી મૃત્યુના કિસ્સામાં 150 દિવસની અંદર સંબધિત જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા તો જિલ્લા પંચાયતમાં કરવાની રહે છે.
IMPORTANT LINK
| HOME PAGE | CLICK HERE |
