આપણે આજ વાત કરીશું આ યોજના વિષે કેવી રીતે ફોર્મ ભરવું ,શું દસ્તાવેજ , કેટલી સહાય મળશે ઘર બનવવા માટે વિવીધ ચર્ચાઓ
Dr. Ambedkar Awas Yojana : ડો.આંબેડકર આવાસ યોજના અંગે જાણકારી મેળવતાં ગુજરાતમાં ઘણાં કુટુંબો ઘર વિહોણા છે અને તેઓને રહેવા માટે પોતાનું પાક્કું મકાન નથી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતીના લોકોને માટે આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઘર બનાવા માટે ₹1,20,000 ની સહાય આપવામાં આવે છે. ત્રણ હપ્તામાં આપવામાં આવતી હોય છે. તો ચાલો આપડે આ લેખમાં જાણીશું કે શું છે આ યોજનાનો મુખ્ય હેતુ ?, શું છે આ આવાસ યોજના અંગેના નિયમો અને શું છે એની શરતો ? કોણ કરી આ મકાન સહાય માટે અરજી, અરજી કરવા માટે કયા ક્યા ડોક્યુમેન્ટ જોઇશે, કેવીરીતે કરશો ઓનલાઇન અરજી, અરજી કરવા માટેની વેબસાઇટ વગેરે વિશે જાણીશું,
🟢Dr. Ambedkar Awas Yojana Gujarat
| વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
| કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
| યોજનાનું નામ | ડૉ. આંબેડકર આવાસ યોજના |
| લાભાર્થી | અનુસૂચિત જાતિના લોકો |
| મળવાપાત્ર સહાય | ₹1,20,000 રૂપિયા ની સહાય |
| સત્તાવાર વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in |
🟢યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો છે.
તેમજ ઘર વિહોણા અને ખુલ્લો પ્લોટ ધરાવતા લોકોને સરકાર પાકું ઘર બાંધવા માટે કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.આ સહાય કુલ ૩ હપ્તામાં ચૂકવામાં આવતી હોય છે.આ યોજના માં પ્રથમ હપ્તો ૪૦,૦૦૦ નો બીજો હપ્તો ૬૦,૦૦૦ નો તેમજ ત્રીજો હપ્તો ૨૦,૦૦૦ નો આપવામાં આવે છે.આમ કુલ ૧,૨૦,૦૦૦ આપવામાં આવે છે.
🟢આંબેડકર આવાસ યોજના માં કોણ લાભ લઈ શકે છે?
- અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ લઈ શકે.
- અરજદાર ની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની હોવી જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.
- અરજદારે પોતાના પ્રમાણપત્રો મુજબ અરજી માં નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહેશે.
- અરજી ઓનલાઈન થયા બાદ અરજીની બે નકલો અરજદારે જિલ્લા પંચાયત માં જમા કરાવવાની રહેશે.
- જો લાભાર્થી એ અગાઉ આ પ્રકારની યોજના નો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે.
- જયારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાતપણે આંબેડકર આવાસ યોજના ની તકતી લગાવવાની રહેશે.
- આવાસ સહાય નો બીજો હપ્તો મળ્યાબાદ લાભાર્થીએ આવાસ નું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.
🟢મળવાપાત્ર લાભ
- આ યોજના હેઠળ લાભાર્થી ને પોતાનું પાક્કું ઘર મળશે.
- ઘર બાંધવા માટે કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર થશે.
- આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવામાં આવશે.
- પ્રથમ હપ્તો ૪૦,૦૦૦ નો બીજો હપ્તો ૬૦,૦૦૦ નો અને ત્રીજો હપ્તો ૨૦,૦૦૦ નો ચૂકવામાં આવશે.
- આમ, કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય મળશે.
- તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરી ના હુકમ સાથે, ત્યાર પછી બીજો હપ્તો લિન્ટલ લેવલ પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો શૌચાલય સહિત નું કામ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવે છે.
- પહેલા ૪૦,૦૦૦ ત્યાર પછી ૬૦,૦૦૦ અને લાસ્ટ માં ૨૦,૦૦૦ એમ આપવામાં આવે છે.
🟢જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદાર નું આધાર કાર્ડ
- આવકનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ
- જાતિનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ડ્રાઇવિંગ લાઇસન્સ/ભાડાકરાર,ચૂંટણી કાર્ડ/રેશન કાર્ડ પૈકી કોઈપણ એક
- જમીન માલિકીનો પુરાવો
- બેન્ક પાસબુક
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન પર મકાન બાંધવાનું હોય તે જમીન ના ક્ષેત્રફ્ળ દર્શાવતા નકશા ની નકલ
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- સ્વ ઘોષણા પત્ર
- જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ / જર્જરિત મકાન નો ફોટો
🟢આંબેડકર આવાસ યોજના માટે અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
- ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
- બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
- ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
- લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
- માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટ માં અરજી સેવ કરી લેવાની રહેશે.
- અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે.
- અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
- ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.
🎁આપણ વાંચો : Photo Recovery, File Recover APP 2026 : જુના ફોટો ડિલેટ થઈ ગયેલા મેળવો ફક્ત 2 મિનિટમાં
