Advertisement
Anubandham Gujarat Rojgar Portal Online Registration: નમસ્કાર મિત્રો, બેરોજગાર વ્યક્તિઓને રોજગારની સુવિધા આપવા માટે સરકાર દ્વારા જુદા જુદા પ્રકારના પોર્ટલ ચલાવવામાં આવે છે. અને આ પોર્ટલોમાં નોકરીઓ માટે નાગરિકોએ અરજી કરી શકે છે. તેમાં ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને રોજગાર આપવા માટે અનુબંધમ પોર્ટલ ની શરૂઆત કરેલી છે. અને આ પોર્ટલ દ્વારા જે વ્યક્તિઓ નોકરી શોધી રહ્યા છે તેમને રોજગાર મળી શકે છે ઘરે બેઠા મેળવો ઑનલાઇન નોકરી આપનાર વ્યક્તિઓને કર્મચારીઓ મળી શકે છે કે જેમણે તેઓ પોતાની નોકરી પર રાખી શકે છે. અમે તમને આજના આ લેખ દ્વારા અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને તેના માટે ની પાત્રતા, જરૂરી દસ્તાવેજ વગેરે વિશે જણાવીશું.
અનુબંધમ પોર્ટલ લાભ
- ગુજરાત રાજ્યના યુવાનો નોકરી મેળવવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા ઓનલાઈન કરી શકશે.
- રજીસ્ટ્રેશન કરવા મા ટે અને કરિયર કાઉન્સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની જરૂર નથી, ફક્ત અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા રજીસ્ટ્રેશન કરી શકશો.
- હવે ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્ટ અને અન્ય ઘણા બધા ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે.
- ક્વિક સર્ચ અને ફિલ્ટરની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.
- ઉમેદવારને તેમની લાયકાત મુજબ તેમને રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
- અનુબંધમ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે કચેરી સુધી ધક્કામાથી મુકિત મળશે.
- અનુબંધમ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર ઈછુક ઉમેદવઆરો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
- અનુબંધમ પોર્ટલ દ્વારા ઉમેદવારને પોતાની નોકરીના સ્થળના ઈન્ટરવ્યુહ વિશેની માહિતી પોતાના મોબાઈલમા મેળવી શકશે.
- Rojgar Portal 2024 દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચ કરવાની જરુર નહિ પડે.
- Job Provider આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
- નોકરી આપનાર ઓનલાઈન કે ઓફલાઈન ઈન્ટરવ્યુહની વ્યવસ્ઠા કરી શકે છે.
- રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
- Job Provider નોકરી મેળા યોજીને પોતાની જરૂરિયાત મુજબના કુશળ અને અનુભવી યુવાનોની પસંદગી કરી શકશે.
- Dashboard ના માધ્યમ દ્વારા નોકરી દાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.
Anubandhan Gujarat Rojgar Portal
| સંસ્થાનું નામ | Directorate of Employment & Training, Government of Gujarat |
| પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | ઓનલાઈન રજીસ્ટ્રેશન |
| નોકરીનો પ્રકાર . | શિક્ષિત અને અશિક્ષિત |
| લોન્ચ કર્યાની તારીખ | 06/08/2021 |
અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ
- મોબાઈલ નંબર
- Email Id
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
- લાયકાતની માર્કશીટ
- અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન રજીસ્ટ્રેશન
- સૌપ્રથમ તમે Google માં જઈને “Anubandham Portal” ટાઈપ કરો.
- ત્યારપછી અનુબંધમ પોર્ટલ પર “Register” બટન ઉપર ક્લિક કરો.
- જેમાં જો તમે નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારપછી ઉમેદવારે તેમની Email Id અથવા પોતાનો Mobile Number નાખીને મળેલ OTP વડે વેરિફાઈ કરો.
- OTP વેરીફાઈ કર્યા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે પ્રાથમિક માહિતી ભરો.
- ત્યારપછી ઉમેદવારે 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમા Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વગેરે તમામ વિગતો ભરવાની રહેશે.
- ત્યારપછી “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.
Job Provider Registration
- પ્રથમ Google Search Bar માં “Anubandham Portal” ટાઈપ કરવું.
- ત્યાર બાદ અનુબંધમ પોર્ટલ પર “Register” પર ક્લિક કરવું.
- જેમાં નોકરીદાતા હોય તો “Job Provider” સિલેક્ટ કરવાનું રહેશે.
- ત્યારબાદ Job Provider એ પોતાની Email Id અથવા Mobile Number નાખીને, મોબાઈલ પર આવેલા OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
- OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic Information માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ “Sign Up” કરીને નોકરીદાતાએ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
Important Links
| Home Page | Click Here |
Advertisement
